તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા હો... છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો... એ તમને ખબર છે... !!??? હા, આજે મારે તમને 'મડદું પણ બેઠું થઈ જાય' એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય અને વાસ્તવિક સ્ટોરી કહેવી છે. મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર ત્યાંના ડાકુઓ અને બંદૂકની ધણધણાંટીથી કુખ્યાત છે. એ બૂંદેલખંડ, એ જમનાનો કિનારો અને એ ચંબલ... ત્યાં ઘેરઘેર બંદૂક મળે. કટ્ટા તો તમને પાણીના ભાવે મળે. પોલીસ હોય કે ડાકુ... જેની પહેલી બંદૂક ચાલે તે જ સર્વોપરિ હોય. પરંતુ પીઠ પાછળ ઘા કરનારને ત્યાંના લોકો બહુ અપમાનની નજરે જુએ છે. જે કરવું તે સામી છાતીએ કરવું એ આ પ્રદેશના લોકોની ખુમારી છે. આ જ પ્રદેશના એક યુવાને નવો-નોખો ચિલો ચાતરી કશુંક નવું અને નક્કર કરી દેખાડવાના જોમ અને જુસ્સાથી એવી તો ક્રાંતિ કરી કે આખા દેશનું મીડિયા તેના ઉપર ઓળઘોળ થઈ ગયું. વાત કંઈક એવી છે કે સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશ્નર રહેલા અનુરાગ પાઠકે પોતાના મિત્રના જીવન ઉપર એક બુક લખી છે, જેનું નામ છે... 'ટવેલ્થ ફેલ' ટાઈટલની નીચે એક વાક્...