આજે સવાર સવારમાં એક પુર્તિમાં(શતદલ) પિકાસો વિશે નો એક આર્ટિકલ વાચ્યોં , અને મને એમની એક સ્ટોરી યાદ આવી કે ,, ,, ,, પીકાસો તમને ખ્યાલ હસે સ્પેનના પૅઇન્ટર છે , તેમના ચિત્રો અહીં લાખો , મિલિયનની અંદર એમના ચિત્રો વહેંચાય છે.અહિઆ હું વાત કરુ છું પિકાસોની એક સરસ મજાની વાત પિકાસો એક વાર એક સરસ મજાના બગીચામાં આટૉ મારવા નિકળ્યા અને એક છોકરી એમને જોઈ ગઈ , આ છોકરી એમને જોઈ ગઈ એટલે પિકાસોની જોડે પહોચીં ગઈ અને કિધુ સર હું તો તમારી બહું મોટી ફેન છું , આ છું , તે છું , કે મને એક ચિત્ર બનાવી આપો. પિકાસો એ કિધું કે અરે હું તો અહિ બગીચામાં આટૉ મારવા નિકળ્યો છુ , હુ તને ક્યાંથી ચિત્રો બનાવી આપું , પેલી એ કિધુ સર પ્લીઝ , પ્લીઝ બહુ રિક્વેસ્ટ કરી એણે , છોકરીએ તરત જ કાગળ અને કલમને લાવીને પિકાસોને આપી કિધુ કે મને એક ચિત્ર બનાવી આપો..... અને પિકાસો કહે કઈ વાંધો નહિ લાવ બનાવી આપુ. 2-5 મિનિટમાં તો બહુ મસ્ત સરસ મજાનું ચિત્ર તૈયાર કરી આપ્યુ. અને પેલી છોકરી ને કિધુ જા લઈ જા લાખોની અંદર કિંમત આવશે. પેલી તો શોક થઈ ગઈ , સાલુ આવુ તો આને 2-5 મિનિટમાં આવુ શું દોરી નાખ...