Skip to main content

Posts

ડાયરી લેખનની શરૂઆત..

 આ નવા વર્ષથી મે એક નવી શરૂઆત કરી, ડાયરી લેખનની,, જોકે દરરોજ તો નહિ લખી શકુ, પણ week માં એક-બે વાર લખવાનું..   મને યાદ છે ત્યા સુધી પ્રથમ વાર મે સુ.નગર હું લિબર્ટી મા તલાટી માટે ના ક્લાસ કરવા જતો હતો. એક સાહેબસાથે મુલાકાત થયેલી. પહેલી વાર એમને લેક્ચર દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ પોતે ડાયરી લખે છે.એમને પોતે UPSCની દિલ્હી તૈયારી કરેલી એ સમય થી એમને પણ ડાયરી લખવાની ટેવ પાડેલી એવુ એમને જણાવ્યુ હતું.. સાથે સાથે ડાયરી કેમ લખવી જોઈએ?  એના વિશે પણ એમને વિસ્તૃત જણાવેલું.  ત્યાર પછી ડેપ્યુટી કલેકટર Vivek Tank   સાહેબ પાસે થી પણ જાણેલું કે તેઓ પણ ડાયરી લખે છે.. એવુ તેમને રૂબરૂ તો નથી મળ્યો પણ કોઈક પાસે જાણેલું કે સાહેબ પણ લખે છે.. અને આમ, પણ સાહેબ થી હું થોડો ઇમપ્રેસ પણ થયેલો, તેમના જીવન વિશે જાણ્યુ કે સાહેબ કેવી રીતે મહેનત કરીને આગળ આવ્યા છે.. પછી મને સાહેબ ના વિચારો ગમેલા અને એમની પાસે થી પણ આ પ્રેરણા મળેલી કે ડાયરી જેવું લખવું જોઈએ..  ત્યાર બાદ મે ઘણા લોકો ના પુસ્તક કે જીવન વિશે વાંચ્યુ, વિડિયો જોયા, તો બધા સફળ લોકો મા એક વસ્તુ કોમન હતી કે તેઓ બધા રોજ બરોજ...
Recent posts

સ્ત્રી પુરુષ વચ્ચેના સબંધ

 થોડા સમય પહેલાની વાત છે. એક પતિ પત્ની રસ્તામાં જઈ રહ્યા હતા, હું તેમની પાછળ ચાલી રહ્યો હતો.  એમને જોઈ એવુ લાગ્યુ કે હજુ નવા જ લગ્ન થયા હશે!   બંને માથી જે બહેન હતા એ થોડા ખુશ મિજાજ માં હતા અને તેમના પતિ સાથે હસી હસી ને વાત કરતા કરતા ચાલતા હતા, નવા લગ્ન હોય એટલે કદાચ તે બહેન ખુશ હશે.  હજુ બહેન બોલતા જ હતા ત્યા પેલા ભાઈ ને ગુસ્સોં આવ્યો ને અચાનક તે બોલ્યો ચૂપ ચાપ હાલી આવ ને.. નકર બે જાપટ કાન નીચે નાખું છું!! ક્યારની શેખ સલી જેમ દાત કાઢેશ,,, મૂંગી હાલી નથી એકતી.  એટલે તે બહેન એકદમ ચૂપ થઇ ગયા અને સાથે ચાલવા લાગ્યા.  મે આ દ્રશ્ય જોયુ તો મને થોડું અલગ લાગ્યુ,ન ગમ્યુ કે "શું આ જમાના માં પણ એક સ્ત્રીને આવી રીતે ગુલામ જ રેવાનું? બીકમાં જ રેવાનુ?" લગ્ન થયા મતલબ કે એને કોઈની ગુલામી કરવાની??  બીક માં રહેવાનું??  કદાચ વાંક હોય અને એ ભાઈ બોલ્યો હોત તો થોડું એવુ ન લાગેત.  પણ એવુ તો કાઇ હતું નહિ નવા લગ્ન હતા અને તે બહેન થોડા ખુશ હતા એને એમા પણ આવુ સાંભળવાનું???  (આ પોસ્ટ વાંચ્યા પછી ઘણા પુરુષ મિત્રોને એમ થયુ હશે કે /એ ભાઈ બરોબર છે એવો થોડો દાબ તો ...

Ias ni tayari

 મને બહુ મોડા ખબર પડી કે IAS કે  PCS ની તૈયારી કરવી હોય તો એના માટે દિલ્હી જવું પડે, લિબર્ટીના કેટલાક ફેકલ્ટી પાસે જાણેલું ત્યારે ખબર પડી કે આવુ પણ કાઇક હોય છે. અને લાસ્ટ "12 ફેંઇલ" બુક વાંચી અને ASPIRENT વેબ સિરિજ જોઈ પછી ખબર પડી કે ત્યા માહોલ કેવો હોય છે તૈયારી માટેનો... ખરેખર મજા આવે ભણવાની. એને એમા પણ ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા વ્યક્તિ પાસે ભણવાનું હોય એટલે એ વાત જ કાઇક અલગ હોય.. જોકે હવે તો બહુ મોડુ થઈ ગયુ હવે તો ત્યા ન જઈ શકાય કેમ કે હવે તો ઉમર કમાવાની થઈ, પણ આ એક વસ્તુ કે આ તૈયારી કરવા માટે દિલ્હી જવું એ વાત એક સ્વપ્ન જ રહી ગઈ. ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ એક એવુ વ્યક્તિત્વ કે એમને કલાકો બેસીને સાંભળી શકાય, આમ, કંટાળો જ નો આવે,  સાહેબ કોઈ પણ ટોપિક હોય એટલી મસ્ત રીતે સમજાવે કે તરત જ મગજમાં ઉતરી જાય, ભણાવવાની સ્ટાઇલ પણ એવી કે મજા સાંભળવાની મજા આવે..

માનવ ટીફિન સેવા Chuda

 માનવ ટીફિન સેવા Chuda.  આજે અચાનક જ બજારમાં Khushalbhai Vaghela ખુશાલભાઈ સાથે મુલાકાત થઈ, જોકે અમે બંને પેલા એકબીજાને ઓળખતા નહિ, પરંતુ મે ગામના બીજા લોકો પાસેથી ખુશાલ ભાઈ જે સેવાનું કામ કરે છે એના વિશે સાંભળેલુ કે આ ભાઈ ઘણા સમયથી ગામના નિરાધાર લોકોને વિનામૂલ્યે જમવાનું પુરુ પાડે છે.  જોકે હું પણ એમને ઘણી વખતે activa મા ટીફ઼િન લઇને જતા પણ જોવ એટલે ઘણા સમયથી ઇચ્છા હતી કે ખુશાલભાઈ સાથે એકવાર વાત કરુ કે મુલાકાત કરુ.  અને આજે અચાનક એમની સાથે મુલાકાત થઈ જ ગઈ એટલે મે એમને કીધૂ કે "સાહેબ આપ ખૂબ સારી સેવા કરો છો હું આપની કામગીરી ઘણા સમયથી જોવુ છુ good work.  તો એમને હસતા હસતા કિધૂ કે thank you !!!  તમારું નામ? એટલે મે એમને મારો પરિચય આપ્યો અને એમને કિધુ તમારી જેવા લોકોને ગામ ના સરપંચ બનવું જોઇએ અથવા રાજકારણમા આવવું જોઈએ.   પછી એમને હસતા હસતા કિધુ ના ના ભાઈ રાજકારણથી દૂર જ સારા 😃..  એમ અમારો વાર્તાલાપ ચાલુ થયો ને એમને કિધુ ચાલો અમારું રસોડુ દેખાડું.. અને હું એમની સાથે ગયો ત્યા જઈને જોયુ તો એમને બધુ જ દેખાડ્યુ.. જેમ કે અલગ અલગ શાકભાજી, અલગ અલગ ઘણા કઠો...

સુંદર છોકરી 🤣

 થોડા સમય પેલા સાળંગપુર ગયો હતો ઘરના લોકોને લઇને ફરવા. તો બપોરનો સમય હતો અને મંદિર બંધ હતું તો બધા બેઠા હતા.  તો સામે એક લાકડાનું મોટું મંદિર અને બાજુમા લાંબી અને મોટી લોબી હતી અને ઘણા લોકો ત્યા બેઠા બેઠા આરામ કરતા હતા અને ત્યા વાતાવરણ સારુ હતું તો હું ત્યા જઈને બેઠો.  અને બેઠો ત્યા જ એક મસ્ત છોકરી એના ફેમિલી સાથે આવી ને સામે બેઠી..  છોકરી હતી ટૉપ ક્લાશ mins કે હા પાડે તો લગ્ન કરી શકાય એવી. એનું વર્ણન કરવાની વાત આવે તો ગમે તેવો મોટા ગજાનો લેખક હોય પણ એના શબ્દો ઓછા પડે હો!! એવી અફલાતુન છોકરી.  મને તો બહુ ગમી એટલે મેં દાણા નાખવાનું ચાલુ કર્યુ. ઘડીક ગાડીની ચાવી આગળ મુકુ. ઘડીક પૈસા કાઢું અને એની સામે જોવાની પ્રવુતિ ચાલુ રાખી..  એટલે છોકરી પણ મને સામે રિસપોન્સ આપવા લાગી.. એટલે મેં નક્કી કર્યુ કે આજે તો હિંમત કરીને નંબર દઇ જ દેવો છે. (જોકે આ જ સુધી મેં આવી હિંમત કરી નથી😃).  અને ધીરે ધીરે માહોલ જામતો ગયો..  મેં કીધૂ આજ તો નક્કી જ છે. આપડે આવી જ છોકરી ગમતી અને મળી પણ ગઈ.  ત્યા એક ભાઈ આવીને બોલ્યા કે કોઈને પૂજા કરવાની હોય તે આ હોલમા જાવ. એટલે પેલી છો...

Pay back to society

 થોડા સમય પહેલા ચુડા ખાતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવેલુ હતું, એટલે મને કોઈકે વાત કરી કે આપડી વણકર સમાજની મિટિંગ છે આવજે!!  જોકે પેલા તો મને તેમા જવાનો રસ ન હતો કેમ કે હું આંબેડકરવાદી વિચારધારામા માનવા વાળો માણસ છું,  એટલે સમગ્ર બહુજન સમાજને સાથે લઈને ચાલવામાં માનું છું એટલે ખાલી વણકરસમાજની મિટિંગ હોય તો કેમ જવું?  પણ પછી મારા પપ્પાનો ફોન આવ્યો કે વાડીમા મિટિંગ છે 4 વાગ્યે તું આવજે,   એટલે પછી મેં મારા પોતાના વિચારો થોડા બાજુમા રાખ્યા અને મેં મિટિંગમા જવાનું નક્કી કર્યુ.   કેમ કે ભલે ખાલી વણકર સમાજ હોય પણ એક સારા કામ માટે ભેગું થવાનું છે ને!   એક નવી જાગૃતી તરફ઼ સમાજને આગલ લઇ જવાનો છે,  સારી પ્રવુતિ કરવાની છે એટલે હું મિટિંગ મા ગયો.. રાજુભાઈ એન્કર તરીકે બધુ સમજાવતા હતા, ટ્રસ્ટ વિશે, ટ્રસ્ટ ની કામગીરી વિશે,  ખર્ચા વગેરે વિશે વાત કરતા હતા. અને પછી એક બે લોકોએ ટ્રસ્ટમા પૈસા લખવાની શરૂઆત કરી અને પછી બીજા લોકો પણ પોતાની ઈચ્છાશક્તિ મુજબ પૈસા લખાવા લાગ્યા,  મારા પપ્પાએ પણ અમુક રકમ લખાવી, સારૂ કેવાય.  ઘણા લોકો એમા એવી પણ વ...

પાલિતાણા ની મુસાફ઼રી

 થોડા દિવસ પેલા એટલે કે બુધવાર નો દિવસ હતો 12 વાગેલા અને અચાનક મારા ફ઼ાધરએ આવીને કિધુ કે તૈયાર થઈ જા ગાડી લઈને પાલિતાણા જવાનું છે.  જોકે હું વાંચતો હતો એટલે તેમને ડ્રાઇવર ની વ્યવસ્થા કરી પણ મેળ પડ્યો નહિ અને જવું જરૂરી હતું એટલે મને કીધુકે ચાલ તારે આવવાનું છે. એટલે મેં કીધુ 15 મિનિટમાં હું તૈયાર થઈ જાવ પછી જઈએ.  જોકે પાલિતાણા અને તેની બાજુમા આવેલું ગામ મોરચુપણા સાથે અમારો એક અલગ સંબધ જોડાયેલો છે કેમ કે મારા ફ઼ાધરે  તેમની જિંદગીના 30 વર્ષ થી વધુનો સમય ત્યાં ગાળેલો છે કેમ કે એમને તલાટી કમ મંત્રી તરીકે નોકરી ત્યાં મળેલી અને પોતાની કર્મભૂમિ તરીકે નિવૃત થયા ત્યાં સુધી સેવા કરેલી એ ગામ અને આજુબાજુ વિસ્તારમાં બદલી થતી પણ રહેવાનું તેમને ત્યાં જ રાખેલું મોરચુપણા. જોકે મારા ઘરના બધા લોકો પેલા ત્યાં જ રહેતા. મારા ભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધેલુ પરતું આગળ ભણવાની વ્યવસ્થા ત્યાં થાય તેમ ન હતી એટલે અમારે મારા મમ્મી સાથે પોતાના વતન ચુડા રહેવા આવવાનું થયુ ત્યારે હું 4 વરસનો હતો અને તે ગામ છોડેલું. જોકે પછી એક વાર ત્યા આટો મારેલો પણ ત્યારે હું નાનો જ હતો  અને એ પછી છેક 20 વર્...