Skip to main content

Posts

Showing posts from April, 2022

Pay back to society

 થોડા સમય પહેલા ચુડા ખાતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવેલુ હતું, એટલે મને કોઈકે વાત કરી કે આપડી વણકર સમાજની મિટિંગ છે આવજે!!  જોકે પેલા તો મને તેમા જવાનો રસ ન હતો કેમ કે હું આંબેડકરવાદી વિચારધારામા માનવા વાળો માણસ છું,  એટલે સમગ્ર બહુજન સમાજને સાથે લઈને ચાલવામાં માનું છું એટલે ખાલી વણકરસમાજની મિટિંગ હોય તો કેમ જવું?  પણ પછી મારા પપ્પાનો ફોન આવ્યો કે વાડીમા મિટિંગ છે 4 વાગ્યે તું આવજે,   એટલે પછી મેં મારા પોતાના વિચારો થોડા બાજુમા રાખ્યા અને મેં મિટિંગમા જવાનું નક્કી કર્યુ.   કેમ કે ભલે ખાલી વણકર સમાજ હોય પણ એક સારા કામ માટે ભેગું થવાનું છે ને!   એક નવી જાગૃતી તરફ઼ સમાજને આગલ લઇ જવાનો છે,  સારી પ્રવુતિ કરવાની છે એટલે હું મિટિંગ મા ગયો.. રાજુભાઈ એન્કર તરીકે બધુ સમજાવતા હતા, ટ્રસ્ટ વિશે, ટ્રસ્ટ ની કામગીરી વિશે,  ખર્ચા વગેરે વિશે વાત કરતા હતા. અને પછી એક બે લોકોએ ટ્રસ્ટમા પૈસા લખવાની શરૂઆત કરી અને પછી બીજા લોકો પણ પોતાની ઈચ્છાશક્તિ મુજબ પૈસા લખાવા લાગ્યા,  મારા પપ્પાએ પણ અમુક રકમ લખાવી, સારૂ કેવાય.  ઘણા લોકો એમા એવી પણ વ...