થોડા દિવસ પેલા એટલે કે બુધવાર નો દિવસ હતો 12 વાગેલા અને અચાનક મારા ફ઼ાધરએ આવીને કિધુ કે તૈયાર થઈ જા ગાડી લઈને પાલિતાણા જવાનું છે. જોકે હું વાંચતો હતો એટલે તેમને ડ્રાઇવર ની વ્યવસ્થા કરી પણ મેળ પડ્યો નહિ અને જવું જરૂરી હતું એટલે મને કીધુકે ચાલ તારે આવવાનું છે. એટલે મેં કીધુ 15 મિનિટમાં હું તૈયાર થઈ જાવ પછી જઈએ. જોકે પાલિતાણા અને તેની બાજુમા આવેલું ગામ મોરચુપણા સાથે અમારો એક અલગ સંબધ જોડાયેલો છે કેમ કે મારા ફ઼ાધરે તેમની જિંદગીના 30 વર્ષ થી વધુનો સમય ત્યાં ગાળેલો છે કેમ કે એમને તલાટી કમ મંત્રી તરીકે નોકરી ત્યાં મળેલી અને પોતાની કર્મભૂમિ તરીકે નિવૃત થયા ત્યાં સુધી સેવા કરેલી એ ગામ અને આજુબાજુ વિસ્તારમાં બદલી થતી પણ રહેવાનું તેમને ત્યાં જ રાખેલું મોરચુપણા. જોકે મારા ઘરના બધા લોકો પેલા ત્યાં જ રહેતા. મારા ભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધેલુ પરતું આગળ ભણવાની વ્યવસ્થા ત્યાં થાય તેમ ન હતી એટલે અમારે મારા મમ્મી સાથે પોતાના વતન ચુડા રહેવા આવવાનું થયુ ત્યારે હું 4 વરસનો હતો અને તે ગામ છોડેલું. જોકે પછી એક વાર ત્યા આટો મારેલો પણ ત્યારે હું નાનો જ હતો અને એ પછી છેક 20 વર્...