આજે બપોરે હું સુરેન્દ્રનગર થી ચુડા ટ્રાવેલ્સ માં આવતો હતો... 3 વાગ્યે ચુડા પહોંચ્યો અને ઉતરવાનું હતું ત્યા એક્ વૃદ્ધ વ્યક્તિ હતા તેમને પેલા ડ્રાઈવર ભાઈ ને કીધું કે કેટલું ભાડું આપું ??? તો પેલા ભાઈ એ કીધું કે 30 રૂપિયા આપો. તો પેલા વૃદ્ધ વ્યક્તિએ થોડોક ખચકાટ અનુભવતા ધીરે થી કીધું કે મારી પાસે 20 રૂપિયા જ છે... હું તાવડી વેચવા નીકલ્યો છું સવાર થી પણ કાઇ વેચાણુ નથી, અને મારી પાસે બીજા પૈસા પણ નથી 20 રૂપિયા લઈ લેશો? એટલે પેલા ટ્રાવેલ્સ વાળા ભાઈ એ 20 રૂપિયા લઈ લીધા કીધું ચાલસે કાકા.. આ ઘટના જોઈ અને તે વૃદ્ધ વ્યક્તિ ની હાલત જોઈ થોડું દુ:ખ થયું. ત્યા પેલા ટ્રાવેલ્સ વાળા ભાઈ એ પાછું પૂછ્યું કે તમાંરે ક્યા જવાનું છે... તો પેલા કાકા એ કીધું કે છત્રીયાલા જવાનું છે... એટલે પેલા ભાઈ એ કીધું કે એતો 6કિમી જેટલું દૂર છે.. તમે શેમાં જાશો? એટલે પેલા વૃદ્ધ કાકા એ જવાબ આપ્યો કે ચાલી ને વઇ જઇશ, જ્યારે પેલા ભાઈ એ એમને કીધું કે કાકા તડકો બહુ છે... ચાલી ને નો જતા કોઈક વાહન માં બેસી જાજો અને પેલા 20 રૂપિયા ભાડા નાં લીધા હતા તે પાછા આપી દીધા, એટલે પેલા વૃદ્ધ વ્યક્તિ એ કીધું નાં તમે રાખો ...