Skip to main content

Great Picaso story


આજે સવાર સવારમાં એક પુર્તિમાં(શતદલ)  પિકાસો વિશે નો એક આર્ટિકલ વાચ્યોં, અને મને એમની એક સ્ટોરી યાદ આવી કે,, ,, ,, પીકાસો તમને ખ્યાલ હસે  સ્પેનના પૅઇન્ટર છે, તેમના ચિત્રો અહીં લાખો , મિલિયનની અંદર એમના ચિત્રો વહેંચાય છે.અહિઆ હું વાત કરુ છું પિકાસોની એક સરસ મજાની વાત  પિકાસો એક વાર એક સરસ મજાના બગીચામાં આટૉ મારવા નિકળ્યા અને એક છોકરી એમને જોઈ ગઈ,  આ છોકરી એમને જોઈ ગઈ એટલે પિકાસોની જોડે પહોચીં ગઈ અને કિધુ સર હું તો તમારી બહું મોટી ફેન છું, આ છું, તે છું, કે મને એક ચિત્ર બનાવી આપો. પિકાસો એ કિધું કે અરે હું તો અહિ બગીચામાં આટૉ મારવા નિકળ્યો છુ, હુ તને ક્યાંથી ચિત્રો બનાવી આપું,પેલી એ કિધુ સર પ્લીઝ ,પ્લીઝ બહુ રિક્વેસ્ટ કરી એણે, છોકરીએ તરત જ કાગળ અને કલમને લાવીને પિકાસોને આપી કિધુ કે મને એક ચિત્ર બનાવી આપો..... અને પિકાસો કહે કઈ વાંધો નહિ લાવ બનાવી આપુ. 2-5 મિનિટમાં તો બહુ મસ્ત સરસ મજાનું ચિત્ર તૈયાર કરી આપ્યુ. અને પેલી છોકરી ને કિધુ જા લઈ જા લાખોની અંદર કિંમત આવશે. પેલી તો શોક થઈ ગઈ, સાલુ આવુ તો આને 2-5 મિનિટમાં  આવુ શું દોરી નાખ્યું, આ તો મજાક કરતો લાગે છે, આ મારુ અપમાન કરી નાખ્યું કે, છોકરી ચિત્ર લઈ ને ઘરે ગઈ પણ એ ચિત્રજોયા કરે અને પિકાસો ને કોસ્યા કરે , કે આ તો કેટલો ઘમંડી છે ego is stick છે, આ છે, તે છે.                                                                                                                                                                                                                                    પછી પેલિ છોકરી ને એક વાર વિચાર આવ્યો કે લાઈને જતી આવું ખરેખર આની કિંમત ઉપજશે . ગઈ તે એક આર્ટ ગેલેરીમાં જઈને પુછુયું કે આ પિકાસો સરે એક આ ચિત્ર બનાવી આપ્યું છે,મને ભેટ કર્યુ છે, આની કેટ્લી કિન્મત આવે. પેલા લોકો એ જોઇને કિધુ હા કરોડૉ ની આસપાસ કિન્મત આવે આસાનીથી આવે, આ સાંભળીને પેલિ તો શોક થઈ ગઈ, તેણે તો ગમે ત્યાંથી સર નું એડ્રેસ શોધી નાખ્યુ અને પહોચી ગઈ પિકાસો જોડે  અને કિધુ સર હું તો તમારી બહું મોટી ફેન છું, આ છું, તે છું, બરાબર છે,  તમે  મને પેલું ચિત્ર આપ્યુ હતુને સર તો તેની તો આટલી બધી કિંમત ઉપજે છે.સર મને તમારી શિષ્ય બનાવી દો. મારે પણ ચિત્રકલા શિખવી છે.                                                                                                           પિકાસો કહે કેમ પણ એવુ તો કેમ પણ 
તેને કિધુ તમારુ ચિત્ર નહિ જે તમે આપેલું એ મિલિયન મા વહેચાઈ ગયુ,આટ્લી બધી કિંમત ઉપજે છે કે તમે તમે 2-5 મિનિટમાં આવુ ચિત્ર તૈયાર કર્યુ. મારે ભલે 50 મિનિટ થાય , 2-5 દિવસ થાય પણ આટલીબધી કિંમતઉપજતી હોય તો મારે તો કરવું છે.. . . . . પિકાસો કહે કે તને આ ચિત્ર માં મારી આ 5 મિનિટની કલા દેખાઈ ,,,,,,, મારા જીવનના 30 વર્ષની આ મહેનત છે એ પિક્ચર ની અંદર એ ચિત્રની અંદર , અને અહિયા આગળ એ 30 વર્ષની મહેનતના  પરિણામે જ હું ક્યાક આ સ્ટેજ પર પહોચ્યો છું કે કલમ મારી ફરે અને આટ્લી બધી કિંમત ઉપજે છે. મારા મિત્રો પણ બહુ બધા હતા, અમે બધા એ જોડે ચિત્રોદોરવાનુ ચાલુ કર્યુ પણ તેમને રૂપીયો ન દેખાયો એટ્લે ફિલ્ડ બદલી લિધી. પણ મે ન છોડ્યુ , મે દર વખત આમાં કઈક ને કઈક  નવુ ઉમેરવાનો પ્રયત્ન ક્ર્યો. અને આજે હુ એ સ્ટેજ ઉપર પહોચ્યો છુ કે જ્યાં મારા પિકચરો મારા ચિત્રો છે જે આટ્લી બધી કિંમત માં વહેચાય છે.
                                દોસ્તો આ સ્ટૉરી ઉપરથી આપણને એટલી વાત કહેવા માંગુ છુ, તમે જે ફિલ્ડ ને પકડી છે તેને પકડી રાખો, પૂરેપૂરિ પોતાની જાતને તેનિ આગળ સમર્પિત કરી દો. આજે સ્પર્ધાત્મક પરિક્ષાની  તૈયારિ કરો , પુરૂ યોગદાન એની પાછ્ળ આપો આજે નહિ તો કાલે સફળતા તમારી જ છે.એ તમારી જોડેથી કોઈ નહિ છિનવી શકે એક  યોગ્ય દિશામાંજ્યારે મહેનત કરશો તો સફળતા મળશે, વહેલી કે મોડી પણ મળશે. 
                              Happy diwali 
                                                  Anand vora.

Comments

Popular posts from this blog

સ્ત્રી પુરુષ વચ્ચેના સબંધ

 થોડા સમય પહેલાની વાત છે. એક પતિ પત્ની રસ્તામાં જઈ રહ્યા હતા, હું તેમની પાછળ ચાલી રહ્યો હતો.  એમને જોઈ એવુ લાગ્યુ કે હજુ નવા જ લગ્ન થયા હશે!   બંને માથી જે બહેન હતા એ થોડા ખુશ મિજાજ માં હતા અને તેમના પતિ સાથે હસી હસી ને વાત કરતા કરતા ચાલતા હતા, નવા લગ્ન હોય એટલે કદાચ તે બહેન ખુશ હશે.  હજુ બહેન બોલતા જ હતા ત્યા પેલા ભાઈ ને ગુસ્સોં આવ્યો ને અચાનક તે બોલ્યો ચૂપ ચાપ હાલી આવ ને.. નકર બે જાપટ કાન નીચે નાખું છું!! ક્યારની શેખ સલી જેમ દાત કાઢેશ,,, મૂંગી હાલી નથી એકતી.  એટલે તે બહેન એકદમ ચૂપ થઇ ગયા અને સાથે ચાલવા લાગ્યા.  મે આ દ્રશ્ય જોયુ તો મને થોડું અલગ લાગ્યુ,ન ગમ્યુ કે "શું આ જમાના માં પણ એક સ્ત્રીને આવી રીતે ગુલામ જ રેવાનું? બીકમાં જ રેવાનુ?" લગ્ન થયા મતલબ કે એને કોઈની ગુલામી કરવાની??  બીક માં રહેવાનું??  કદાચ વાંક હોય અને એ ભાઈ બોલ્યો હોત તો થોડું એવુ ન લાગેત.  પણ એવુ તો કાઇ હતું નહિ નવા લગ્ન હતા અને તે બહેન થોડા ખુશ હતા એને એમા પણ આવુ સાંભળવાનું???  (આ પોસ્ટ વાંચ્યા પછી ઘણા પુરુષ મિત્રોને એમ થયુ હશે કે /એ ભાઈ બરોબર છે એવો થોડો દાબ તો ...

Ias ni tayari

 મને બહુ મોડા ખબર પડી કે IAS કે  PCS ની તૈયારી કરવી હોય તો એના માટે દિલ્હી જવું પડે, લિબર્ટીના કેટલાક ફેકલ્ટી પાસે જાણેલું ત્યારે ખબર પડી કે આવુ પણ કાઇક હોય છે. અને લાસ્ટ "12 ફેંઇલ" બુક વાંચી અને ASPIRENT વેબ સિરિજ જોઈ પછી ખબર પડી કે ત્યા માહોલ કેવો હોય છે તૈયારી માટેનો... ખરેખર મજા આવે ભણવાની. એને એમા પણ ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા વ્યક્તિ પાસે ભણવાનું હોય એટલે એ વાત જ કાઇક અલગ હોય.. જોકે હવે તો બહુ મોડુ થઈ ગયુ હવે તો ત્યા ન જઈ શકાય કેમ કે હવે તો ઉમર કમાવાની થઈ, પણ આ એક વસ્તુ કે આ તૈયારી કરવા માટે દિલ્હી જવું એ વાત એક સ્વપ્ન જ રહી ગઈ. ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ એક એવુ વ્યક્તિત્વ કે એમને કલાકો બેસીને સાંભળી શકાય, આમ, કંટાળો જ નો આવે,  સાહેબ કોઈ પણ ટોપિક હોય એટલી મસ્ત રીતે સમજાવે કે તરત જ મગજમાં ઉતરી જાય, ભણાવવાની સ્ટાઇલ પણ એવી કે મજા સાંભળવાની મજા આવે..

સુધા મૂર્તિ નાં પુસ્તક નો અંશ

આજે સવાર-સવારમાં એક બૂક વાંચતો હતો. જાણિતા લેખીકા , સમાજસેવિકા , અને શિક્ષણશાશ્ત્રી એવા સુધામુર્તિની ઘણી ક્રુતિઓ માંની એક એવી ક્રુતિ BAHUT KHCU HOTA HAI નો એક આર્ટીકલ વાચ્યોં. તેમણે ખુબ સરસ વાત કરી.          તેઓ કહે છે ,, કે ’ સ્વપ્ના જોવા એ સારી વાત છે , પરંતુ તેને વાસ્તવિક્તામાં ચરિતાર્થ કરવા વધારે અગત્યના છે. મને ટિસ્કો ના ચેરમેન જે.જે.ઇરાની ના શબ્દો યાદ આવ્યા . તે કહેતા કે કાર્ય વગરનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહે છે , પરંતુ જ્યારે સ્વપ્ન અને કાર્યબન્ને સાથે મળે ત્યારે દુનિયા બદલી શકાય છે.         આ માટે તેમને એક નાના એવા ૧૨ વર્ષ ના બાળક જે તેની માતા ને કાર્યમાં મદદ કરતો તેનો ઉલ્લેખ કર્યો છે.તેઓ તેનાથી ઇમ્પ્રેસ્સ થયા.   અને પુછ્યું કે તું કેટલા કમાય છે રોજના પરંતુ આ પ્રશ્નને લઇને તેના ઉત્સાહમાં જરાપણ પરિવર્તન ન આવ્યું અને તેણે કીધું માત્ર પાંચથી દસ રુપિયા ત્યાં તેણિ એ કિધું બસ આટ્લા જ ,, તેણે કિધું મેડ્મ નહી કમાવાની દ્રસ્ટીએ તો બહુમોટી રકમ કહેવાયને મતલબ કે ટીપેટીપે જ સરોવર ભરાય.   ...