થોડા દિવસ પેલા એટલે કે બુધવાર નો દિવસ હતો 12 વાગેલા અને અચાનક મારા ફ઼ાધરએ આવીને કિધુ કે તૈયાર થઈ જા ગાડી લઈને પાલિતાણા જવાનું છે. જોકે હું વાંચતો હતો એટલે તેમને ડ્રાઇવર ની વ્યવસ્થા કરી પણ મેળ પડ્યો નહિ અને જવું જરૂરી હતું એટલે મને કીધુકે ચાલ તારે આવવાનું છે. એટલે મેં કીધુ 15 મિનિટમાં હું તૈયાર થઈ જાવ પછી જઈએ.
જોકે પાલિતાણા અને તેની બાજુમા આવેલું ગામ મોરચુપણા સાથે અમારો એક અલગ સંબધ જોડાયેલો છે કેમ કે મારા ફ઼ાધરે તેમની જિંદગીના 30 વર્ષ થી વધુનો સમય ત્યાં ગાળેલો છે કેમ કે એમને તલાટી કમ મંત્રી તરીકે નોકરી ત્યાં મળેલી અને પોતાની કર્મભૂમિ તરીકે નિવૃત થયા ત્યાં સુધી સેવા કરેલી એ ગામ અને આજુબાજુ વિસ્તારમાં બદલી થતી પણ રહેવાનું તેમને ત્યાં જ રાખેલું મોરચુપણા. જોકે મારા ઘરના બધા લોકો પેલા ત્યાં જ રહેતા. મારા ભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધેલુ પરતું આગળ ભણવાની વ્યવસ્થા ત્યાં થાય તેમ ન હતી એટલે અમારે મારા મમ્મી સાથે પોતાના વતન ચુડા રહેવા આવવાનું થયુ ત્યારે હું 4 વરસનો હતો અને તે ગામ છોડેલું.
જોકે પછી એક વાર ત્યા આટો મારેલો પણ ત્યારે હું નાનો જ હતો અને એ પછી છેક 20 વર્ષ પછી મારે ત્યાં જવાનું થયુ એટલે હું પણ થોડૉક એક્સાઇટેટ હતો કેમ કે મેં પણ ત્યાં 4 વર્ષ જેટલો સમય ગાળેલો ત્યાં નું ઘર , મેદાન, જાળવા, બાજુ નું મંદિર , પાછડ આવેલી નિશાળ એ બધુ મને થોડુ થોડું તો યાદ જ હતું અને આજે કેવું હશે તે જોવાની ઘણી ઇચ્છા હતી એટલે ઘરેથી હું મમ્મી અને પપ્પા 12:30 વાગ્યે ઘરે થી મારી કાર નાયોશ લઇને નિકળ્યા.
પાલિતાણા પહોચીએ એ પેલા રસ્તામા ડુંગરો આવવાના ચાલુ થઇ ગયા અને નજીક પહોચીયા એટલે અનેક જૈન મંદિરો આવવા લાગ્યા મોટા મોટા મંદિરો ખુબ જ સરસ લાગતા હતા મને ઇચ્છા થઇ કે મંદિરની અંદર જઈને મુલાકાત કરુ પરતું સમય ના અભાવને કારણે તે શક્ય બન્યુ નહિ.
આગલ શેત્રુંજી ડેમ વાળા રસ્તે ગયા ને પુલ ઉપરથી ડેમ પણ જોયો ખુબજ સરસ દશ્ય હતું ડેમ મા પાણી પણ ભરેલું હતું એટલે નજારો કઇક અલગ જ હતો. પાલિતાણા થી આગળ 25 સેક કિલોમીટર મોરચુપના હતું અને ત્યા ના રસ્તા અમારા જિલ્લા કરતા ઘણા સારા હતા રસ્તાઓ ડુંગર ની વચ્ચેથી નીકળતા હતા એટલે ગાડી ચાલવાની મજા પણ કઇક અલગ જ હતી, મને તો એમ થયુ કે ઘડીક ગાડી ઉભી રાખું ને ફોટા પાડી લવ એવા સરસ દૃશ્યો હતા.
અને ત્યાંના રસ્તા ઉપરનું વાતાવરણ પણ મસ્ત હતું. ફાઇનલી અમે ત્યા પહોચી ગયા જોકે મને ત્યા કોઈ ઓળખતુ ન હતું પણ મારા પપ્પા ને બધા આવો મંત્રી સાહેબ કરી ને બોલાવતા હતા જોકે હું મારા પપ્પાને છેલ્લે ક્યારે પગે લાગ્યો એ મને યાદ નથી પણ ત્યા ગયા તો મારી ઉમરના છોકરા અને છોકરીઓ એમને પગે લાગતા હતા આ જોઈ ને મને લાગ્યુ કે આપડા વતન કરતા અહી તેમનું માન સન્માન વધુ છે,અને આ જોઈ મને ગમ્યુ. જોકે અમે એક લોકિક પ્રસંગે ગયેલા એટલે બધા શાંત બેઠા હતા.
અને ઘર અને ત્યાના મેદાન અને રસ્તા વિશે મારા મનમાં જે છબી હતી તેનાથી બધુ ઘણું બદલાઈ ગયુ હતું આમ પણ હું 20 વર્ષ પછી ગયેલો એટલે બદલાઈ ગયુ જ હોય તે સ્વાભાવિક છે, પણ જે જૂના લીંબડા હતા અમે રહેતા એ નલિયા વાળું ઘર પાણી ની ટાંકી બધુ એમ જ હતું એટલે આ બધુ જોઈ મારી જૂની યાદો તાજા થઈ ગઈ.
જોકે પછી બે-ત્રણ માંણસો મળ્યા તેમને ખબર પડી કે હું મંત્રી સાહેબનો છોકરો છું એટલે તરત મારી પાસે આવ્યા અને હાથ મિલાવ્યો અને કિધુ કે અમને ઓળખેસ ? એટલે મેં ના પાડી તો એમને કિધુ કે તું સાવ નાનો હતો ત્યારે અમે તને રમાડતા હતા તું અમને નહિ ઓળખ પણ અમે તને જોઈને જ કહી દઈએ કે આ અપ્પુ છે એમ.
પછી અશોક ભાઈ નામના એક ભાઈ મળ્યા તેમને પણ એમ જ કીધુ કે અમે તને નાનો હતો ત્યારે રમાડતા હતા, પછી મેં તેમની સાથે ઘરમાં અંદર આટો માર્યો તો એમને મને જૂની બધી વાતો કહેવા લાગ્યા કે આ ગેસ ગામમાં પહેલી વાર તમારા ઘરે આવેલો મોબાઇલ પણ તારા પપ્પા લાવેલા પહેલી વાર એટલે મેં પૂછ્યુ કે અહી મારા પપ્પા ને લોકો ખુબ માન આપતા હોય એવુ લાગ્યુ મને તો એ ભાઈ એ કિધુ કે તારા પપ્પાએ ગામમાં ઓછામાં ઓછા 100 લોકો ને આર્થિક અને ભણવામાં અને કામ ધંધામાં લાગવા મદદ કરેલી તમે આજે સુખી છો લાઇનસર છો તો એમને સારા કર્મો કર્યા છે એના કારણે હોય શકે, આ શબ્દો મારા નથી પણ એ ભાઈએ મને કિધેલા છે.
અને આમ પણ ગરીબ અને જરૂરીયાત મંદ લોકો ને મદદ કરવી મને પણ ગમે. મને યાદ છે કે મારા દાદા-દાદી કહેતા તારા પપ્પાએ કુટુંબમાં પણ ઘણા લોકો ને મદદ કરેલી. જોકે પે બેક ટું સોસાયટી અંતરત આપડે લોકોને બની શકે તેટલી મદદ કરવી જોઇએ, પરતું દુઃખ ત્યારે થાય કે આપડે કરેલી મદદ લોકો ભૂલી જાય અને આપડે એમની જરૂર હોય ત્યારે તે આપણને સાથ તો ન આપે પરતું આપડી વિરોધ માં હોય ત્યારે મને એમ થાય કે આપડે આ લોકો ને શા માટે મદદ કરેલી?? મારા જીવન માં આવુ જ બનેલું છે, કે આપણે મદદ કરી હોય અને એ લોકો જ આપડી વિરોધમાં હોય આવુ બનેલું છે. એટલે હવે કોઈને મદદ કરતા પેલા વિચાર કરવો પડે છે..
મારા પપ્પાના જીવન માં જ આવુ બનેલું.
તો પણ મને ગર્વ છે કે અમુક લોકો તો યાદ કરે છે.. જોકે એ ભાઈ એ એમની વાત કરી કે હું આજે જે કાઇ છું એ એમના થકી જ છું એમની સાથે મેં 20 વર્ષ કામ કરેલું senting નું અને એટલે જ અમે આજે આગળ આવ્યા, એમને તો ઘણી જૂની વાતો કરી અને મને મારા પપ્પા ઉપર ગર્વ પણ થયો.
પછી બીજા 2-3 લોકો સાથે મુલાકાત કરી 1-2 લોકોના ઘરે ચા પાણી પીવા માટે પણ ગયો અને સાંજ પડી ગઇ હતી અને અમારે પાછું વળવાનું હતું એટલે અમે સાંજે 6 વાગ્યે પાછા ચુડા આવવા નીકળ્યા. જોકે ગામ વિશે મેં જાણ્યુ તો 800 નું મતદાન છે એવુ કીધુ એક ભાઈ એ અને ગામ પણ ખુબ્ નાનું હતું. જીવનજરૂરિયાત ની વસ્તુ મળતી હશે કે નહિ એની તો ખબર નથી પણ મારા પપ્પા એ અમારી માટે અંહી ખુબ્ સમય ગાળેલો કદાચ અત્યારે મને કોઈક રહેવાનું કહે તો હું 1 દિવસ પણ ન રહી શકુ કેમ કે નાનું ગામ હતું એટલે પરંતુ મારા પપ્પાએ અમારી માટે થઈને કેવો સંઘષૅ કરેલો એનો અંદાજ તો મને આવી ગયેલો. ફ઼ાઇનલી અમે ત્યાથી સાજે નીકળ્યા અને શિયાળાનો સમય હોવાથી અંધારું પણ જલદી થઈ ગયુ, જોકે રસ્તામા જે મોટા મોટા મંદિરો આવતા એમા લાઈટની રોશની મસ્ત કરેલી જે દ્રશ્ય ખુબ જ અધભુત હતું.
મેં સવારનું કાઇ ખાધું ન હતું એટલે મુસાફરી મા મને ઉલટી બહુ થઈ, તો પણ મુસાફ઼રી સારી રહી..
Comments
Post a Comment