થોડા સમય પહેલા ચુડા ખાતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવેલુ હતું, એટલે મને કોઈકે વાત કરી કે આપડી વણકર સમાજની મિટિંગ છે આવજે!! જોકે પેલા તો મને તેમા જવાનો રસ ન હતો કેમ કે હું આંબેડકરવાદી વિચારધારામા માનવા વાળો માણસ છું, એટલે સમગ્ર બહુજન સમાજને સાથે લઈને ચાલવામાં માનું છું એટલે ખાલી વણકરસમાજની મિટિંગ હોય તો કેમ જવું?
પણ પછી મારા પપ્પાનો ફોન આવ્યો કે વાડીમા મિટિંગ છે 4 વાગ્યે તું આવજે,
એટલે પછી મેં મારા પોતાના વિચારો થોડા બાજુમા રાખ્યા અને મેં મિટિંગમા જવાનું નક્કી કર્યુ.
કેમ કે ભલે ખાલી વણકર સમાજ હોય પણ એક સારા કામ માટે ભેગું થવાનું છે ને! એક નવી જાગૃતી તરફ઼ સમાજને આગલ લઇ જવાનો છે, સારી પ્રવુતિ કરવાની છે એટલે હું મિટિંગ મા ગયો..
રાજુભાઈ એન્કર તરીકે બધુ સમજાવતા હતા, ટ્રસ્ટ વિશે, ટ્રસ્ટ ની કામગીરી વિશે, ખર્ચા વગેરે વિશે વાત કરતા હતા. અને પછી એક બે લોકોએ ટ્રસ્ટમા પૈસા લખવાની શરૂઆત કરી અને પછી બીજા લોકો પણ પોતાની ઈચ્છાશક્તિ મુજબ પૈસા લખાવા લાગ્યા, મારા પપ્પાએ પણ અમુક રકમ લખાવી, સારૂ કેવાય.
ઘણા લોકો એમા એવી પણ વાતો કરતા હતા કે અમુક લોકો તો નાસ્તો કરવા જ આવ્યા છે કાઇ લખાવશે નહિ, તો કદાચ એમને મજૂરી કામ કે નાનો ધંધો કરતા હોય તો પૈસા ન લખાવે તો ચાલે એમા કાઇ વાંધો નહિ એવી વાત ન કરાય એ લોકો સમાજની એકતા માટે મિટિંગમા આવ્યા એ જ મહત્વનું કેવાય, મતલબ કે એમને વિચારધારા કે મિશન વિશે થોડી ખબર તો છે ને એ જ ઘણું કેવાય , સારુ કેવાય.
પછી કામ આગલ ચાલતું હતું ને રાજુભાઈએ બધા આગળ વાત રજૂ કરી કે'સમાજ આગળ આવે એના માટે, કે આ ટ્રસ્ટએ કેમ કામ કરવું, આગળ શુ કરવું વગેરે માટે કોઈ સજેસન હોય અને પોતાના અભિપ્રાયો હોય તો જણાવો????
જોકે 40 આજુબાજુ લોકો બેઠા હતા પણ કોઈ કાઇ બોલ્યુ નહિ.
મારી ઈચ્છા હતી કે હું બોલુ, અને આમ યુવાન તરીકે આપડે આપડા સમાજ મા તો વિચારો રજૂ કરવા જ જોઈએ.
એટલે મેં રાજુભાઈ ને બોલાવીને કીધૂ કે તમે વાત કરી કે આ પૈસા આપડે એજ્યુકેશન અને શિક્ષણમા વાપરવાના છે,
તો મારુ કેવું એમ છે કે સમાજની એક પર્સનલ લાઇબ્રેરી બનાવો અને અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે તો સમાજ ના છોકરા છોકરીઓ માટે આવા ક્લાસ ચાલુ કરો. (આવુ બીજી સમાજ કરે છે એટલે કિધૂ) .
મારો વિચાર તો બધાને ગમ્યો પણ રાજુભાઈ એ કિધુ એના માટે મોટું ફ઼ન્ડ જોઇએ પૈસા જોઇએ અને તે આપડી પાસે નથી..
આ વાત કહેતા એમને પણ થોડું અલગ લાગ્યુ હશે અને મને પણ ન ગમ્યુ.. જોકે આ જ વાસ્તવિકતા છે, અને વાત પણ સાચી છે કેમ કે ટ્રસ્ટ હજુ હમણા જ બનાવ્યુ તો પૈસા ન હોય એ સ્વાભાવિક છે, અને આપડી જેવા પછાત સમાજ ની ગણી શકાયને તો ઘણી સમસ્યા છે જેમાં એક આ પૈસાનો અભાવ.
છાપામા વાચીએ તો પટેલ સમાજે ખોડલધામ ઉભુ કરવાનું છે તો પટેલો બધા પૈસાનો વરસાદ કરે, અમદાવાદ મા છોકરાઓ ને ભણવા માટે સરદાર ધામ ઉભુ કરવાનું હોય તો પણ લાખો, કરોડો રૂપિયા મિનિટોમા ભેગા થઇ જાય..
એના માટે એવુ નથી કે એ લોકો પૈસાદાર છે , એમની પાસે પૈસા છે, એવુ જરાય નથી.
પણ એમને ખબર છે કે આપડે આપડા સમાજ ને આગળ લાવવાનો છે એટલે નાનામા નાનો માણસ અને મોટામા મોટો માણસ પણ એમા પૈસા લખાવશે..
જ્યારે આપડે બને છે એવુ કે સમાજના જે લોકો પૈસાવાળા બની જાય, થોડા પૈસા હાથમાં આવી જાય એટલે સમાજ ને ભૂલી જાય, પોતે કાઈક મોટા સવર્ણ જાતિ માથી હોય એવુ વર્તન કરવા લાગે, એટલે એમને સમાજના કોઈ કામમા રસ હોતો નથી. અને બને એવુ કે ત્યાથી જે પૈસા આવવા જોઇએ એ આવતા નથી..
ખાલી એમ કહો ને કે તમારે મહિને 20000 પગાર હોય અને તમારે વર્ષમા એક વાર ખાલી 500 રૂપિયા આપવાના થાય તો એ પણ સમાજ મા ન આપી શકો.
સમાજ મા કે ટ્રસ્ટમા કાઇ આપવાનું થાય એટલે બધાને ઘા વાગે.. એ લોકો કાઇ સપોર્ટ કરે નહિ અને આમ અ
આપડો સમાજ પાછળ રહી જાય..
હવે ગરીબ લોકોની વાત કરુ, એમની પાસે તમે પૈસા ની વાત કરો એટલે એ કહેશે અમારી પાસે નથી અમારે ખાવાનું જ માન્ડ પુરુ થાય છે, તમે મોટા લોકો પાસે જાવ અમારી એટલી આવક નથી.
જ્યારે એ જ લોકો મંદિરમા નારીયેળ ચડાવાનું હોય, માંડવા કરવાના હોય, મંદિરે પૈસા મૂકવાના હોય ત્યારે એમની પાસે પૈસા નીકળશે પણ સમાજ ના કામ મા 10 રૂપિયા આપવાના થાય એટલે એમની પાસે નહિ નીકળે.
હું આજે સાળંગપૂર ફ઼રવા ગયેલો તો બપોરે બેઠા બેઠા જોતો હતો કે આવડી મોટી જગ્યા છે, આવડી મોટી બિલ્ડિંગ છે, આવડુ મોટું મંદિર, આવી સારી વ્યવસ્થા છે, તો આ લોકો પાસે આટલા પૈસા ક્યાથી આવતા હશે?? કે આવી વ્યવયથા ને ચાલવા માટે તો ઘણું ફ઼ન્ડ જોઇએ.. અને પછી થોડું મનોમંથન કર્યુ તો સમજાણુ કે આડા દિવસે પણ આ મંદિરમા ઓછા મા ઓછા 2000 લોકો આવે છે દર્શન માટે, એમાથી ગરીબમા ગરીબ હશે એ પણ 10 રૂપિયા તો મૂકવાનો જ છે.. એટલે આપડે રેન્ડમ 10 નો આકડો લઇએ તો 10 ×2000= 20,000 ની રોજની આવક થાય. બોલો રોજના 20 હજારની આવક!!! અને જે મોટા લોકો જે 500 ને 1100 ચડાવતા હશે એ તો અલગ જ ગણવાના, પછી થાય જ ને આવી મોટી વ્યવસ્થા..
એમ આપડા ગરીબમા ગરીબ વ્યક્તિએ ઓછા મા ઓછા 10 રૂપિયા તો સમાજ મા આપવા જ જોઇએ.
અને આ પૈસા પણ તમારી પાછળ કે તમારા કોઈ ભાઈ પાછળ જ વાપરવાના છે ને.. જો આવુ વિચારસોં તો જ મિશન આગળ વધશે..
અને જે લોકો જાગ્રુત છે એમને આ પૈસાવાળા લોકો સુધી આ વાત પહોચાડવી જોઈએ કે તમે પણ
પે- બેક-ટુ સોસાયટી અંતરગત કાઈક પૈસા લખાવો બાબાસાહેબના નામે..
કેમ કે બાબાસાહેબ હતા એટલે આપડે આમ ફ઼રી શકીએ , નોકરી કરી શકીએ, સારુ જીવન જીવી શકીએ, નકર ક્યાય ગામ બહાર ઉકરડા ખોલતા હોત. બાબાસાહેબ ન આવ્યા હોત તો શુ હાલત હોત આપડી એના વિશે ક્યારેક વિચારજો..
એટલે બની શકે તો pay-back-to-socity અંતર્ગત કાઈક ફ઼ાળો આપવો જેથી કરીને આપડો નાનો સમાજ પણ આગળ આવી શકે..
Anand J vora..
Chuda
Thank you
Comments
Post a Comment