Skip to main content

સ્ત્રી પુરુષ વચ્ચેના સબંધ

 થોડા સમય પહેલાની વાત છે. એક પતિ પત્ની રસ્તામાં જઈ રહ્યા હતા, હું તેમની પાછળ ચાલી રહ્યો હતો. 

એમને જોઈ એવુ લાગ્યુ કે હજુ નવા જ લગ્ન થયા હશે!  


બંને માથી જે બહેન હતા એ થોડા ખુશ મિજાજ માં હતા અને તેમના પતિ સાથે હસી હસી ને વાત કરતા કરતા ચાલતા હતા, નવા લગ્ન હોય એટલે કદાચ તે બહેન ખુશ હશે. 


હજુ બહેન બોલતા જ હતા ત્યા પેલા ભાઈ ને ગુસ્સોં આવ્યો ને અચાનક તે બોલ્યો ચૂપ ચાપ હાલી આવ ને.. નકર બે જાપટ કાન નીચે નાખું છું!! ક્યારની શેખ સલી જેમ દાત કાઢેશ,,, મૂંગી હાલી નથી એકતી. 


એટલે તે બહેન એકદમ ચૂપ થઇ ગયા અને સાથે ચાલવા લાગ્યા. 


મે આ દ્રશ્ય જોયુ તો મને થોડું અલગ લાગ્યુ,ન ગમ્યુ કે "શું આ જમાના માં પણ એક સ્ત્રીને આવી રીતે ગુલામ જ રેવાનું? બીકમાં જ રેવાનુ?"


લગ્ન થયા મતલબ કે એને કોઈની ગુલામી કરવાની?? 


બીક માં રહેવાનું?? 


કદાચ વાંક હોય અને એ ભાઈ બોલ્યો હોત તો થોડું એવુ ન લાગેત. 

પણ એવુ તો કાઇ હતું નહિ નવા લગ્ન હતા અને તે બહેન થોડા ખુશ હતા એને એમા પણ આવુ સાંભળવાનું??? 


(આ પોસ્ટ વાંચ્યા પછી ઘણા પુરુષ મિત્રોને એમ થયુ હશે કે /એ ભાઈ બરોબર છે એવો થોડો દાબ તો રાખવો પડે.. પણ કદાચ એ જગ્યા એ તમારી જ બહેન હોય અને કોઈ આવુ બોલ્યો હોય તો તમને ગમે?? ) 


ઘણું બધુ છે લખવા માટે પણ દ્રશ્ય જોયુ અને તે ભાઈનો આવો વ્યવહાર જોયો તે ન ગમ્યુ એટલે આ પોસ્ટ લખી..


Writer ✍️

Anand vora

Comments

Popular posts from this blog

Ias ni tayari

 મને બહુ મોડા ખબર પડી કે IAS કે  PCS ની તૈયારી કરવી હોય તો એના માટે દિલ્હી જવું પડે, લિબર્ટીના કેટલાક ફેકલ્ટી પાસે જાણેલું ત્યારે ખબર પડી કે આવુ પણ કાઇક હોય છે. અને લાસ્ટ "12 ફેંઇલ" બુક વાંચી અને ASPIRENT વેબ સિરિજ જોઈ પછી ખબર પડી કે ત્યા માહોલ કેવો હોય છે તૈયારી માટેનો... ખરેખર મજા આવે ભણવાની. એને એમા પણ ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા વ્યક્તિ પાસે ભણવાનું હોય એટલે એ વાત જ કાઇક અલગ હોય.. જોકે હવે તો બહુ મોડુ થઈ ગયુ હવે તો ત્યા ન જઈ શકાય કેમ કે હવે તો ઉમર કમાવાની થઈ, પણ આ એક વસ્તુ કે આ તૈયારી કરવા માટે દિલ્હી જવું એ વાત એક સ્વપ્ન જ રહી ગઈ. ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ એક એવુ વ્યક્તિત્વ કે એમને કલાકો બેસીને સાંભળી શકાય, આમ, કંટાળો જ નો આવે,  સાહેબ કોઈ પણ ટોપિક હોય એટલી મસ્ત રીતે સમજાવે કે તરત જ મગજમાં ઉતરી જાય, ભણાવવાની સ્ટાઇલ પણ એવી કે મજા સાંભળવાની મજા આવે..

સુધા મૂર્તિ નાં પુસ્તક નો અંશ

આજે સવાર-સવારમાં એક બૂક વાંચતો હતો. જાણિતા લેખીકા , સમાજસેવિકા , અને શિક્ષણશાશ્ત્રી એવા સુધામુર્તિની ઘણી ક્રુતિઓ માંની એક એવી ક્રુતિ BAHUT KHCU HOTA HAI નો એક આર્ટીકલ વાચ્યોં. તેમણે ખુબ સરસ વાત કરી.          તેઓ કહે છે ,, કે ’ સ્વપ્ના જોવા એ સારી વાત છે , પરંતુ તેને વાસ્તવિક્તામાં ચરિતાર્થ કરવા વધારે અગત્યના છે. મને ટિસ્કો ના ચેરમેન જે.જે.ઇરાની ના શબ્દો યાદ આવ્યા . તે કહેતા કે કાર્ય વગરનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહે છે , પરંતુ જ્યારે સ્વપ્ન અને કાર્યબન્ને સાથે મળે ત્યારે દુનિયા બદલી શકાય છે.         આ માટે તેમને એક નાના એવા ૧૨ વર્ષ ના બાળક જે તેની માતા ને કાર્યમાં મદદ કરતો તેનો ઉલ્લેખ કર્યો છે.તેઓ તેનાથી ઇમ્પ્રેસ્સ થયા.   અને પુછ્યું કે તું કેટલા કમાય છે રોજના પરંતુ આ પ્રશ્નને લઇને તેના ઉત્સાહમાં જરાપણ પરિવર્તન ન આવ્યું અને તેણે કીધું માત્ર પાંચથી દસ રુપિયા ત્યાં તેણિ એ કિધું બસ આટ્લા જ ,, તેણે કિધું મેડ્મ નહી કમાવાની દ્રસ્ટીએ તો બહુમોટી રકમ કહેવાયને મતલબ કે ટીપેટીપે જ સરોવર ભરાય.   ...