હમણાં 14 એપ્રિલ આવે છે... એટલે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારે બાબાસાહેબ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવે છે.. જોકે હાલ તો કોરોના ની પરિસ્થિતિને લઈ ને મોટા કોઈ કાર્યક્રમ નહિ કરવામાં આવે. પરતું નાની મોટી પ્રવુતિ કરવામાં આવસે અને બાબાસાહેબને યાદ કરવામાં આવશે.
હવે વાત કરુ મારા ગામ એટલે કે ચુડા બ્લૉક ની મને નરેશ ભાઈ નો ફોન આવેલો કે લોકડાઉન છે, એટલે કાર્યક્રમ તો નહિ થાય પણ આપડે ઘરે ઘરે જઈને જય ભીમ લખેલો ઝંડો ઘરે ઘરે આપી આવીએ. એટલે મને કીધું કે તારે કોન્ટેક હોય તો વ્યવ્સ્થા કર બાબાસાહેબનો ફોટો અને ઝંડો અમે લોકો પૈસા ની વ્યવ્સ્થા કરીએ.
મે ઝંડા માટે કૌશિકભાઈ શરૂઆતને ફોન કર્યો કે કોઈ આવું વેચતા હોય તેમનો Numbar આપો એટલે તેમને નાં પાડી કે મારી પાસે નથી, અને તે જ સમયે મને વિચાર આવ્યો કે કૌશિકભાઈ બહુજન સાહિત્ય નું કામ કરે છે, તો આપડે પુસ્તકો જ ઘરે ઘરે પહોંચાડી એતો ! કેમ કે ઝંડો અને ફોટો તો આપીએ પણ પુસ્તક આપીએ તો કઈક અલગ લાગશે અને સારું પણ લાગશે. કેમ કે મને ખ્યાલ છે ત્યા શુધી લોકો ને બાબાસાહેબ નો જન્મ દિવસ ક્યારે આવે છે એના વીસે પણ માહિતી નથી હોતી અને આ જ ખરી વાસ્તવિકતા છે. જો એમના જન્મ દિવસ ની ખબર ન હોય તો પછી એમના વિચારો ની તો વાત બહુ દૂર રહી.
અને બાબાસાહેબે જ કીધું છે કે "હું મૂર્તિઓ માં નહિ કિતાબો માં છું, મને પૂજવાની જરૂર નથી મને અને મારા વિચારોને તમાંરે વાંચવાની જરૂર છે". અને પછી જોવો તમાંરે કોઈની ગુલામી કરવાની જરૂર નહિ પડે.
પણ આપડે તો કઈક અલગ જ કર્યું છે, જ્યારે 14 એપ્રિલ આવે કે કોઈ ઘટના બને એટલે જય ભીમ જય ભીમ કરી ને ઝંડા લઈ ને નિકડી જઈએ પરતું એમને કે એમના વિચારો ને આપડે વાંચતા નથી.
અને પાછું ઉલટુ કે પોચી પૂનમ કે અલગ અલગ વ્રત ક્યારે આવસે, ક્યારે પીપળા ને પાણી પીવરાવા જવાનું કે જેથી આપડા પિતૃ રાજી થાય આવી બધી વાતું એમને યાદ હોય. (મારા માટે કાલ્પનિક) પણ બાબાસાહેબે ક્યારે પાણી પીવા માટે મહાડ સત્યાગ્રહ કર્યો, દલિતો મંદિરમાં પ્રવેશે એના માટે કાલારામ મંદિર સત્યાગ્રહ કર્યો. જ્યોતિબા ફૂલે અને સાવિત્રી બા ફૂલે કોણ હતા તેમને શું યોગદાન આપ્યું એ નહિ ખબર હોય.
જોકે પેલા હું પણ આ બધું નતો જાણ્તો પણ જ્યારે હ્યુ સોસીયલ મીડિયા માં એક્ટિવ થયો અને ઘણા સારા મિત્રો નાં સંપર્ક માં આવ્યો પછી મને પણ જાણકારી મળી કે આ બધા લોકો એ આપડા માટે આટલું યોગદાન આપ્યું અને હવે આપડે પે બેક ટુ સોસાયટી અંતર્ગત આપડે પણ આપડી ફરજ પૂરી કરવાની જે બની શકે તે.
મેં શરૂમાં ગૃપ માં વાત કરી એટલે એમને નાં પાડી કે આવું પુસ્તક વહેંચવાનું કામ પછી કરીશું , પણ મે નક્કી કર્યું કે બની શકે તેટલી ટ્રાય કરુ સમજાવાની તો ગૃપ માં એક્ શિક્ષક હતા દિપક ભાઈ નામ થી એમને કીધું વિચાર તો સારો છે પણ પુસ્તકો મળી રહેશે, એટલે મે કીધું એ કામ મારું હું કરી નાખીશ અને પછી પુસ્તકો ઘરે ઘરે વહેંચવાનું કામ નક્કી થાય ગયું..
અને મે બાબાસાહેબનો બેઝીક માહિતી આપતી 200 પુસ્તકો પણ મંગાવી લીધી અને હવે ઘરે ઘરે પહોંચાડવાની છે, એટલે કે બાબાસાહેબનાં વિચારો ને ઘર ઘર સુધી પહોંચાડવાનું નાનું એવું કાર્ય અમારું શરૂ થયું,
અને મને એક ભાઈ એ એમ પણ કીધું કે સારું થયું તમે આ કામ કર્યું એટલે સમાજ ની મહિલાઓ અને પુરુષો આવું કઈક વાંચશે તો કઈક જાગૃત થાશે અને દશામાંની અને બીજી વ્રતની ચોપડીઓ સાઇડ મૂકશે..
જોકે અમારા ગૃપ દ્વારા હાલ 14 એપ્રીલે આ પ્રવુતિ હાથ ધરવામાં આવી છે.. આગળ પણ કઈક નવું અને સારું કામ કરીશું પણ કહેવાય છે ને કે' સારા કામની સુગંધ ફેલાતા વાર લાગે, પણ ભલે વાર લાગે' વિચારો એટલે કે બાબાસાહેબ નાં વિચારોનો રથ આગળ વધારવાનો છે..
અંતે બાબાસાહેબ નું જ વાક્ય લખું છું કે
"શિક્ષણ એ શેરની નું દૂધ છે, જે પીશે તે દહાડશે".
Jay bhim Jay samvidhan
Anand j vora
(Chuda. Surendnagar)

Comments
Post a Comment