માનવ ટીફિન સેવા Chuda.
આજે અચાનક જ બજારમાં Khushalbhai Vaghela ખુશાલભાઈ સાથે મુલાકાત થઈ, જોકે અમે બંને પેલા એકબીજાને ઓળખતા નહિ, પરંતુ મે ગામના બીજા લોકો પાસેથી ખુશાલ ભાઈ જે સેવાનું કામ કરે છે એના વિશે સાંભળેલુ કે આ ભાઈ ઘણા સમયથી ગામના નિરાધાર લોકોને વિનામૂલ્યે જમવાનું પુરુ પાડે છે. જોકે હું પણ એમને ઘણી વખતે activa મા ટીફ઼િન લઇને જતા પણ જોવ એટલે ઘણા સમયથી ઇચ્છા હતી કે ખુશાલભાઈ સાથે એકવાર વાત કરુ કે મુલાકાત કરુ.
અને આજે અચાનક એમની સાથે મુલાકાત થઈ જ ગઈ એટલે મે એમને કીધૂ કે "સાહેબ આપ ખૂબ સારી સેવા કરો છો હું આપની કામગીરી ઘણા સમયથી જોવુ છુ good work. તો એમને હસતા હસતા કિધૂ કે thank you !!! તમારું નામ? એટલે મે એમને મારો પરિચય આપ્યો અને એમને કિધુ તમારી જેવા લોકોને ગામ ના સરપંચ બનવું જોઇએ અથવા રાજકારણમા આવવું જોઈએ.
પછી એમને હસતા હસતા કિધુ ના ના ભાઈ રાજકારણથી દૂર જ સારા 😃..
એમ અમારો વાર્તાલાપ ચાલુ થયો ને એમને કિધુ ચાલો અમારું રસોડુ દેખાડું.. અને હું એમની સાથે ગયો ત્યા જઈને જોયુ તો એમને બધુ જ દેખાડ્યુ.. જેમ કે અલગ અલગ શાકભાજી, અલગ અલગ ઘણા કઠોળ, તેલના ડબ્બા એ પણ સારી કોલેટિના, આગલની બાજુ લોટ દળવાની ઘંટી, 70 થી વધારે ટીફિન પણ પડેલા ત્યાની ચોખ્ખાઇ જોઈ ને જણાયુ કે આવી ચોખ્ખાઇ તો અમે 7000 રૂપિયા આપીયે તે ગાંધીનગરની હોસ્ટેલમા પણ નથી હોતી અને આ જગ્યા એ આવી ચોખ્ખાઇ જોઈને ખૂબ જ આનંદ થયો.
મે તેમને પૂછ્યુ કે તમે રોજ ના કેટલા લોકોને જમવાનું પુરુ પાડો છો? તો એમને જણાવ્યુ કે 40 લોકોને બંને ટાઈમ જમી શકે તેટલુ ભોજન અમે પુરુ પાડિયે છીએ..
મે કહ્યુ 40 લોકોને એટલે તો ખૂબ સરસ કહેવાય!!
આમ તમને આ પ્રવુતિ કે આ સેવા કરવાની પ્રેરણા ક્યાથી મળેલી??
તો સાહેબે જણાવ્યુ કે જ્યારે લોકડાઉન થયેલુ ત્યારે ચુડા mamalatadar ની પરમિશન લઇને મે આ પ્રવુતિ ચાલુ કરેલી, કેમ કે એ સમયે ઘણા લોકો આર્થિક રીતે ભાંગી પડેલા, એટલે એ સમયે મે આ પ્રવુતિ ચાલુ કરેલી અને હું રોજ અલગ અલગ જગ્યાએ જમવાનું પુરુ પાડતો.. પછી એવુ બન્યુ કે લોકડાઉન તો પુરુ થઈ ગયુ પણ ગામમા એવા ઘણા લોકો હતા કે જેઓ સાવ નિરાધાર હતા..ઉમરલાયક હતા કે જેઓ જાતે જમવાનું ન બનાવી શકતા કે જાતે પુરુ ન કરી શકતા..
આ સમય ગાળામા મારા ધ્યાને આ બાબત આવી કે અત્યાર સુધી તો એમને આપડે જમવાનું આપ્યુ પરંતુ હવે એમનું શુ???
મે જોયુ તો હું આર્થિક રીતે આ સેવા કરી શકુ તેમ છુ અને લોકોને પણ મદદ રૂપ થવા માટે આ કામ સારૂ છે.. આ વિચારના કારણે મે આ પ્રવુતિ ચાલુ કરી.. અને આમ્ પણ હું રિટાયર છુ તો આ કામથી હું પણ થોડો પ્રવુતિ મા રહુ એટલે મને પણ આ કામ કરવા મા ખૂબ જ આનંદ થાય છે..
મે કહ્યુ ખૂબ સરસ !
એમને જણાવ્યુ કે દર અઠવાડીએ અમે કઠોળનો ઉપયોગ કરીએ અને સાથે એક મિષ્ટાન પણ આપિયે જેથી લોકો ને ગમે..
આગળ મે કીધુ કે હમણા મે facebook માં જોયુ હતું કે તમે સાડીઓ પણ વિતરણ કરેલી તો એમને જણાવ્યુ કે હા! સાડીઓ અને સાથે સાથે blenket પણ આપેલા જેથી ઠંડીમાં એ લોકોને રાહત થાય અને હવે તો સરકારી દવાખાનામાં પણ કોઇ દર્દી આવેલું હોય અને દાખલ હોય તો એમને પણ ટીફિન અને Blenket આપિયે છીએ..
એમને સામેથી એ પણ જણાવ્યુ કે કેટલાક લોકો મને આર્થિક રીતે થોડી મદદ પણ કરે છે.. હું ના પાડુ તો પણ થોડા ઘણા પૈસા આપી જાય કે તમે સારું કામ કરો છો એમા આ અમારું નાનકડું યોગદાન એમ!!
(જો કે હકીકતમા વાત કરૂ તો પૈસા આપવા માટે આપડે વાત કરીએ તો એમા તો ઘણા લોકો દાન આપવા તૈયાર થાય, પરંતુ મેનેજમેન્ટ કરવું, ટાઇમ આપવો એ ઘણું અઘરૂ છે, જે આ ભાઈ કરી રહ્યા છે)
આમ, અમારી વચ્ચે ઘણો વાર્તાલાપ થયો. એમને જણાવ્યુ કે હું ક્લાસ 2 તરીકે લેબર ઓફિસર તરીકે નોકરી કરતો હતો અને હાલ નિવૃત જીવન ગાળુ છુ અને આ રીતે સમયપસાર કરુ છુ, મને ગમે છે આ કામ કરવું અને ખુશી પણ છે.. અને એમને એ પણ જણાવ્યુ કે તમારા ધ્યાનમા પણ કોઈ વૃધ્ધ મા- બાપ હોય કે કોઈ એવા વ્યક્તિ હોય તો એ પણ જણાવજો જેથી એમની સુધી અમે પહોચી શકીએ, કેમ કે આખા ગામમા કઈ
શેરીમા કોને જરૂર છે એ અમને ન ખબર હોય એટલે (તમારી આજુબાજુ પણ કોઈ હોય તો નીચે કમેન્ટ કરજો).
આ રીતે મારી માનવ ટીફિન સેવા ખાતે મુલાકાત થયેલી, આ લેખ લખવાનો ઉદેશ કોઈની વાહવાહી કરવા માટે નહિ પરંતુ આ ભાઈ સારી સેવા કરી રહ્યા છે એ જોઈને ગમ્યુ અને આ લેખ લખવાથી કદાચ કોઈ વાંચે ને એમને પણ સેવા કરવાની પ્રેરણા મળે એ છે..
કહેવાય છે ને "જ્યોત સે જ્યોત જલાઓ" એના જેવી વાત છે..
Thank you
Writer ✍️
Anand J Vora (9033246586)
Comments
Post a Comment