આ નવા વર્ષથી મે એક નવી શરૂઆત કરી, ડાયરી લેખનની,, જોકે દરરોજ તો નહિ લખી શકુ, પણ week માં એક-બે વાર લખવાનું..
મને યાદ છે ત્યા સુધી પ્રથમ વાર મે સુ.નગર હું
લિબર્ટી મા તલાટી માટે ના ક્લાસ કરવા જતો હતો. એક સાહેબસાથે મુલાકાત થયેલી. પહેલી વાર એમને લેક્ચર દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ પોતે ડાયરી લખે છે.એમને પોતે UPSCની દિલ્હી તૈયારી કરેલી એ સમય થી એમને પણ ડાયરી લખવાની ટેવ પાડેલી એવુ એમને જણાવ્યુ હતું.. સાથે સાથે ડાયરી કેમ લખવી જોઈએ? એના વિશે પણ એમને વિસ્તૃત જણાવેલું.
ત્યાર પછી ડેપ્યુટી કલેકટર Vivek Tank સાહેબ પાસે થી પણ જાણેલું કે તેઓ પણ ડાયરી લખે છે.. એવુ તેમને રૂબરૂ તો નથી મળ્યો પણ કોઈક પાસે જાણેલું કે સાહેબ પણ લખે છે.. અને આમ, પણ સાહેબ થી હું થોડો ઇમપ્રેસ પણ થયેલો, તેમના જીવન વિશે જાણ્યુ કે સાહેબ કેવી રીતે મહેનત કરીને આગળ આવ્યા છે.. પછી મને સાહેબ ના વિચારો ગમેલા અને એમની પાસે થી પણ આ પ્રેરણા મળેલી કે ડાયરી જેવું લખવું જોઈએ..
ત્યાર બાદ મે ઘણા લોકો ના પુસ્તક કે જીવન વિશે વાંચ્યુ, વિડિયો જોયા, તો બધા સફળ લોકો મા એક વસ્તુ કોમન હતી કે તેઓ બધા રોજ બરોજ ની ઘટના ડાયરીમા લખતા.અને એમા પણ મનોજ શર્મા IPS ના જીવનવિશે જાણ્યુ તો મને પણ એવુ થયુ કે મારે પણ આ ટેવ પાડવી જોઈએ..
મારા કુટુંબ મા મારો એક ભાઈ છે.. Maulik Vora તે પોતે ડૉકટર છે.. તેઓ પણ ડાયરી લખે છે.. અને એમના પિતા એટલે મારા બાપુ એ પણ એક વાર કહેલુ કે આ પ્રવુતિ કરવી જોઈએ.. Mins કે પોતાના જે વિચારો હોય તેને તું એક ડાયરી મા લખવાનુ ચાલુ કર.. એમને પણ પોતે SBI બેંકમા કેશિયર તરીકે નોકરી કરતા હતા..
એટલે આ બધુ જોયા પછી હું મારા વિચારો મોબાઇલમા લખી ને રાખતો.. ખાસ કરીને મને રાત્રે સૂતા હોય તે પહેલા અલગ અલગ ઘણા વિચારો આવતા હોય છે. જેમાથી કોઈ વિચાર કે દિવસની કોઈ ઘટના હું મારા મોબાઇલ મા રાખી લખી ને સેવ રાખતો.. ઘણી વાર એ વિચારો હું facebook મા પોસ્ટ કરવાનું પણ વિચારતો... પણ પછી પોસ્ટ નહિ કરતો... કેમ્ કે ઘણી વાર એવુ લાગતું કે લોકોને આ વિચાર ન પણ ગમે. અને તેઓ મારા વિશે એવુ પણ વિચારે કે આને આવુ લખ્યુ😅😅. એટલે પછી હું તેને પોસ્ટ ન કરુ અને ડિલિટ કરી નાખું... પણ હવે એવી ઈચ્છા થઈ કે આ બધા જ વિચારો... રોજ બરોજ ની સારી અને ખરાબ ઘટનાઓ... અમુક પ્રસંગ વગેરે હું આ ડાયરીમા લખીશ.. અને અમુક સમયે જ્યારે સમય મળે ત્યારે એ વાંચીશ.. કાં પછી મારા જીવનમા જે વ્યક્તિ મારું જીવનસાથી બને એને કહીશ કે આ વાંચ 😄😄😄..
આમ આ વર્ષથી મારી આ નાનકડી પ્રવુતિ ચાલુ... .
Thank you🌹
Anand j vora

Comments
Post a Comment